SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૭૫ કાંઈ ચીજપ્રવેશ કરે તે), મહત્તરાકાર (=મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરેછે (કરુંછું). (નોંધ-આયંબિલ -એકાસણ-નીવિ કે બીજા બિયાસણા વાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચક્ખાણ કરવું.) ચઉવિહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ચઉવિહંપિ આહારં અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણ વોસિરઇ (વોસિરામિ) I અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યંત પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા- પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ ઠામ ચવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ અને બિયાસણુંવાળાએ અને સૂર્યાસ્ત આસપાસ ચારે આહાર છોડનારે આ પ્રત્યાખ્યાન કરવું.)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy