________________
૨૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧. મુફિસહિઅં પચ્ચખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે મુક્ટિસહિઅં પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ,
તીરિએ, કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડં // મુક્રિસહિત પ્રત્યાખ્યાન મેં સ્પર્ફે (= વિધિ વડે ઉચિત કાલે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું (= કરેલાં પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (= ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચખાણ પારવું તે) છે, કિીત્યું (= ભોજનના સમયે પચ્ચખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (= ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ. (નોંધ-મુકિસહિઅપચ્ચકખાણ પારવા આ સૂત્ર કંઠસ્થ કરવું ખૂબ જ જરૂરી છે.)
સાંજનાં પચ્ચકખાણ
પાણહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) ..
અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં