________________
XV
પ્રથમ ડાબા હાથમાં પકડેલો = દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું પાસું દષ્ટિસન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દષ્ટિસન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાની જેમ દષ્ટિથી તપાસવું. એ પ્રમાણે મુહપત્તીનાં બે પાસાં દષ્ટિથી તપાસવાં તે “દષ્ટિપડિલેહણા” જાણવી. તે વખતે મનમાં બોલવું કે....અર્થ, તત્ત્વ કરી સદઉં. ચિત્ર નં-૨ સૂત્ર તથા અર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય સ્વરૂપ સમજું છું અને તેની પ્રતીતિ કરી, તેના પર શ્રદ્ધા કરું છું. આ વખતે મુહપત્તીની બીજી બાજુની પ્રતિલેખના થાય છે. (એટલે કે મુહપત્તીની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) ૩) દ-ઉર્ધ્વ-પફોડા (કપુરિમ) પડિલેહણ વિધિ
૩- બીજા પાસાની દષ્ટિ પડિલેહણા કરીને તે ઉર્ધ્વ એટલે તીર્જી વિસ્તારેલી એવી મુહપત્તીનો પ્રથમ ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો, તે પહેલા ત્રણ ઉર્ધ્વ પફોડા (પુરિમ)' કહેવાય. મનમાં બોલવું કે...૨- સમ્યકત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪મિથ્યાત્વમોહનીય પરિહરું. ચિત્રનં-૩ ૪) ત્યારબાદ (દષ્ટિ પડિલહેણમાં કહ્યા પ્રમાણે) મુહપત્તીનું બીજું પાસું બદલીને અને દષ્ટિથી તપાસીને જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે બીજા “ત્રણ ઊર્ધ્વપફોડા (પુરિમ) કહેવાય, તે વખતે મનમાં બોલવું કે...પ- કામરાગ, ૪- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહર. ચિત્ર નં- ૪ (ત્રણે પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે. એટલે અહપત્તીને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.) આ પ્રમાણે પહેલા ત્રણ અને બીજા ત્રણ એમ કુલ મળીને છ ઊર્ધ્વપફોડા (પુરિમ=પ્રસ્ફોટક) કહેવાય. ૫) મુહપત્તીનો મધ્યભાગ ડાબા હાથ પર નાંખી, વચલીઘડી પકડી બેવડી કરો. (અહીંથી મુહપત્તીને સંકેલવાનું શરૂ થાય છે.) ચિત્ર નં-૫