SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ xiv “કૃષ્ણ લેશ્યા, નીલ લેગ્યા અને કાપીત વેશ્યા પરિહરું કારણ એ ત્રણે લેશ્યાઓમાં અશુભ અધ્યવસાયોની પ્રધાનતા છે અને તેનું ફળ આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું.” રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ પરિહરું કારણકે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું. તેની સાથે “માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય પરિહરું” કારણકે તે ધર્મકરણીનાં અમૂલ્ય ફળનો નાશ કરનાર છે. આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું છું કે “ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું કે જે અનુક્રમે રાગ અને દ્વેષના સ્વરૂપો છે. સામાયિકની સાધનાને સફલ બનાવનારી જે મૈત્રી ભાવના છે. તેનો હુંબને તેટલો અમલ કરીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાય’ એ છયે કાયના જીવોનીયતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તી રૂપી સાધુતાનું જે પ્રતીકમૅહાથમાં લીધું છે, તે સફલ થયું ગણાશે. મુહપત્તપડિલેહણ કરતી વખતેમનમાં બોલવા-વિચારવાયોગ્ય ૨૫બોલ ગુરૂવંદન કરનાર પ્રથમ સંડાસાપૂર્વક ખમાસમણ દઈ ગુરૂની આજ્ઞા માંગી, મુહપત્તિ પડિલહેણ ઉત્કટિક આસને બન્ને પગના પંજાના આધારે ઉભડક બેસવું) નીચે બેસી બે પગની વચ્ચે બે હાથ રાખીને કરવું જોઈએ. તેમાં મુખપત્તીના ૨૫ બોલ = (૧) દષ્ટિ પડિલેહણા + (૬) ઉર્ધ્વ પફોડા (પુરિમ) + (૯) અખોડા + (૯) પખોડા = ૨૫ (૧)દષ્ટિપડિલેહણા : મુહપત્તીનાં પડ ઉખેડી દ્રષ્ટિ સન્મુખ તીર્થો વિસ્તારીને, દષ્ટિ સન્મુખ રહેલું પાસું, દષ્ટિથી બરાબર તપાસવું. તેમાં જો કોઈ જીવ જંતુ દેખાય તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકવાં. પછી બોલ મનમાં બોલવાના છે અને તેનો અર્થ વિચારવાનો છે.) ૧) સૂત્ર,-ચિત્ર નં-૧ (આ વખતે મુહપત્તીની એક બાજુની પ્રતિલેખના થાય છે. એટલે કે તેની એ બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે) ૨) ત્યારબાદ મુહપત્તીનો બે હાથે પકડેલો ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને, બીજું પાસું એવી રીતે બદલી નાંખવું કે
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy