________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ગુરૂ-અબ્ભટ્ટાણેણં, પારિટ્ટા-વણિયાગારેણં,
૨૫
મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ) I
અર્થ - સૂર્યોદયથી બે ઘડી, એક પ્રહર, દોઢ પ્રહર, બે પ્રહર કે ત્રણ પ્રહર સુધી મુઢિસહિત પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે) નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિગ્મોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુન્ના પોરિસિ’ એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચક્ખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
આયંબિલ નીવિ/વિગઇનો ત્યાગ અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહાસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), લેપાલેપ (= ખરડાયેલી કડછી વિગેરેને લુછીને વહોરાવેલો આહાર ગ્રહણ કરતાં મુનિને (આયંબિલ કે નીવિ નો) ભંગ ન થાય તે), ગૃહસ્થ-સંસૃષ્ટ (= શાક માંડાદિક ઘી- તેલથી સંસ્કારિત કર્યો હોય તો તે મુનિને(નીવિ આદિ) માં ભંગ ન થાય તે) ઉત્સિપ-વિવેક (= શાક રોટલી ઉપરથી પિંડ વિગઇને ગૃહસ્થે ઉપાડીને અલગ મૂકી હોય તો તે વહોરતાં મુનિને (નીવિ આદિનો) ભંગ ન થાય તે), પ્રતીત્ય-પ્રક્ષિત (= કાંઈક ઘી આદિથી આંગળીઓ દ્વારા કણીક મસળી હોય તે વસ્તુ વાપરતાં મુનિને (નીવિ -
ન