________________
૨૬૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પચ્ચક્ખાણ કર્યું હોય તે જ બોલવું) પચ્ચક્ખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યોછે.
આ પચ્ચક્ખાણ મેં સ્પશ્યું (= વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચક્ખાણ લીધું હોય તે) છે, પાળ્યું (= કરેલાં પચ્ચક્ખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (= ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીર્યુ (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચક્ખાણ પારવું તે) છે, કીર્ત્ય(= ભોજનના સમયે પચ્ચક્ખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (= ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચક્ખાણ તે) છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાત્ નાશ પામો.૧
૪.એકાસણું, બિયાસણું, એકલઠાણું,
નીવિ અને આયંબિલનું પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે નવકારસહિઅં, પોરિસિં, સાદ્ગપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમ ં, અવં મુટ્ટિસહિઅં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમ, સાઈમેં, અન્નત્થાણા-ભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિવત્તિયાગારેણં, આયંબિલં, નિવ્વિગઈઓ, વિગઈઓ પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થ-સંસઠ્ઠેણં, ઉક્ખિત્ત-વિવેગેણં, પડુચ્ચ-મòિએણં, પારિટ્ઠાવણિયા-ગારેણં, મહત્તરાગારેણં સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, એગાસણું, બિયાસણું પચ્ચખાઇ (પચ્ચક્ખામિ), તિવિહંપિ, ચવિહંપિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયા-ગારેણં, આઉંટણ-પસારેણં,