SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત વિગઇત્યાગનો) ભંગ ન થાય, પણ આયંબિલનો ભંગ થાય તે,) પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ નજરહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). એકાસણ/બિયાસણનું પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેના અનાભોગ (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (=પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજપ્રવેશ કરે તે), સાગારિકાકાર (= ગૃહસ્થાદિની નજર લાગવાથી મુનિને એકાસણાદિમાં ઉઠવું પડે તે), આકુંચન-પ્રસારણ (= હાથ-પગ વિગેરે અંગોને સંકોચવું તે), ગુરૂ-અભ્યુત્થાન (= વડીલ ગુરૂજી આવે ત્યારે તેમને વિનય સાચવવા એકાસણાદિમાં ઉભા થવુંતે), પારિષ્ઠાપનિકાકાર (=વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (= કાંજી (છાશની આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (= ત્રણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (= ચોખા-ફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિક્સ્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિક્સ્થ (= લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). ૨૬ એકાસણું-બિયાસણું-એકલઠાણું-નીવિ અને આયંબિલ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગે પુરિમ ં, અવં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ કર્યું.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy