________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૬૧
ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે), આ ચાર આગાર છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું ).
નવકારશી પચ્ચખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુઠિસહિઅં પચ્ચખાણ કર્યું. ચઉવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ,
કીટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં . અર્થ - સૂર્યોદય પછી બે ઘડી (= ૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિતમુટ્ટી સહિત પચ્ચક્ખાણ કરતાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આ પચ્ચક્ખાણ મેં સ્પેશ્ય (= વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું = કરેલાં પચ્ચખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું = ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચકખાણ પારવું તે) છે, કિીત્યું (= ભોજનના સમયે પચ્ચક્ખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (=ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચકખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ. (પચ્ચકખાણની છ શુદ્ધિ પણ કહેવાયેલી છે. ૧- શ્રદ્ધાવંત પાસે પચ્ચખાણ કરવું તે શ્રદ્ધાશુદ્ધિ; ૨-જાણ પણું મેળવવા ખપ કરવો તે જ્ઞાન-શુદ્ધિ; ૩-ગુરૂને વંદન કરવારૂપ વિનય કરીને પચ્ચકખાણ લેવું તે વિનય-શુદ્ધિ; ૪- ગુરૂ પચ્ચકખાણ આપે ત્યારે મંદસ્વરે મનમાં પચ્ચકખાણ બોલવું તે અનુભાષણ શુદ્ધિ; ૫- સંકટમાં પણ લીધેલ પચ્ચખાણ ને બરાબર પાળે તે અનુપાલન શુદ્ધિ અને ૬-આલોક-પરલોકના સુખની ઈચ્છા વિના (કેવળ કર્મક્ષય માટે) પાળે તે ભાવશુદ્ધિકહેવાય છે.)