________________
૨૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨. પોરિસિ અને સાતૃપોરિસિ પચ્ચખાણનું સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે પોરિસિં, સાઢ-પોરિસિં મુટ્ટિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્ન-કાલેણં,
દિસા-મોહેણં,
સાહુ-વયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) / અર્થ - સૂર્યોદયથી એક પ્રહર (= દિવસનો ચોથો ભાગ) સુધી પોરિસિ, દોઢ પ્રહર (= દિવસનો છ આની ભાગ) સુધી સાદ્ધપોરિસિ - મુક્રિસહિત નામનું પચ્ચખાણ કરે છે (કરું છું. તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન ( સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા-પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિમોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુના પોરિસિ' એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આછ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
૩. પુરિમઢ અને અવઢ પચ્ચકખાણનું સૂત્ર અર્થ સાથે
સૂરે ઉગ્ગએ, પુરિમઠું, અવઢુ મુદિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) ચઉવિલંપિ