________________
૨૬૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કરીને દેશાવગાસિક' નું પચ્ચખાણ કરવું જોઈએ. દેસાવગાસિક પચ્ચકખાણમાં ૧૪નિયમની ધારણા કરવાથી તે સિવાયની જગતની તમામ વસ્તુઓના પાપથી બચી શકાય છે. સવારે ધારણા કરેલ ૧૪ નિયમોને સૂર્યાસ્ત આસપાસ સંકેલીને રાત્રી સંબંધિત નિયમો લેવાના હોય છે. રાત્રિના નિયમો સવારે સંકેલીને નવા લેવાના હોય છે. પણ તે સામાયિક કે પૌષધમાં નસંકેલી કે ન ધારી શકાય.
દેવસિઅ અને રાઈઅ પ્રતિક્રમણ ની સાથે દિવસ દરમ્યાન આઠ સામાયિક કરવાથી દેસાવગાસિકવ્રતનું પાલન થતું હોય છે.
માનવભવમાં જ શક્ય સર્વ-સંગત્યાગ સ્વરૂપ સર્વવિરતિધર્મને (સંયમને) પામવાના લક્ષ્ય સાથે, શક્તિ ગોપવ્યા વગર, યથાશક્ય વ્રતનિયમ-પચ્ચકખાણ કરવાં જોઈએ.
સવારના પચ્ચખાણ સૂત્રો ૧.નવકારશી પચ્ચખાણ સૂત્ર-અર્થ સાથે
ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિઅં, મુઠિસહિઅં, પચ્ચખાઈ (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહારં, અસણં, પાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરાઈ
(વોસિરામિ) / અર્થ – સૂર્યોદયથી બે ઘડી (૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિત-મુક્રિસહિત નામનું પચ્ચકખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકાર ના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ, પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ ( દવા પાણી સાથે)નો, અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ