________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૯
ત્યારે અને બિયાસણાનું પચ્ચક્ખાણ લીધા બાદ એકાસણું, આયંબિલ કે લુખીનીવિ કરવાની ભાવના જાગે તો કાંઈપણ ખાધા-પીધા વગર તે તે પચ્ચક્ખાણ લીધેલ હોય તો જ તે તે પચ્ચક્ખાણનો લાભ મળી શકે. કદાચ પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું બિયાસણું કરવાની ભાવના ન હોય તો તિવિહારનું પચ્ચક્ખાણ કરી શકાય.
અન્ય પચ્ચક્ખાણોમાં પાણી વપરાઈ (પીવાય) ગયેલ હોય અને તેથી વિશેષ તપ કરવાની ભાવના જાગેતો ધારણા અભિગ્રહ પચ્ચક્ખાણ’ કરી શકાય.
લીધેલ પચ્ચક્ખાણ કરતાં આગળનાં વિશેષ પચ્ચક્ખાણ કરી શકાય, પણ તેથી ઓછું, પ્રાણાન્ત કષ્ટ પણ ન કરવા કાળજી રાખવી જોઈએ.
તિવિહાર કે ચવિહાર ઉપવાસનાં પચ્ચક્ખાણ એકથી વધારે, એક સાથે (શક્તિ મુજબ) લેવાથી ઘણો વિશેષ લાભ મળતો હોય છે. એક સાથે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ લેવાય છે.
જૈન ધર્મની પ્રાપ્તિના કારણે જીવનમાં ક્યારેય આચરવાની શક્યતા ન હોય, તેવા અનાચારોનું પચ્ચક્ખાણ કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. જીવન દરમ્યાન ક્યારેય પણ તે તે પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચક્ખાણ ન કરવાના કારણેતેતેપાપોનાવિપાકોની ભયંકરતા સહન કરવી પડતીહોયછે.
ત્યાગ કરવા યોગ્ય અનાચારો સાત વ્યસન = માંસ, મદિરા, જુગાર, પરસ્ત્રી (પરપુરુષ) સેવન, ચોરી, શિકાર અને વેશ્યાગમન, ચાર મહાવિગઈ = મધ (HONEY), મદિરા (દારૂ), માખણ (BUTTER) અને માંસ (MUTTON), તરવાનુ(SWIMMING), ઘોડે સવારી (HORSE RIDING), ઉડન ખટોલા, સર્કસ, પ્રાણી સંગ્રાહલય (200) જોવા જવું, પંચેન્દ્રિયજીવનો વધ, આઈસ્ક્રીમ, ઠંડુંપીણું (COOL DRINKS), પરદેશ ગમન આદિ. અનાચારોમાંથી શક્ય તેટલી વસ્તુનો ‘ધારણા અભિગ્રહ’ પચ્ચક્ખાણ દેવ-ગુરુ-આત્મસાક્ષીએ કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. શક્ય હોય તો શ્રાવક-શ્રાવિકાગણે સમ્યક્ત્વમૂળ ૧૨ વ્રત ગ્રહણ કરવાં જોઈએ.
દિવસ અને રાત સંબંધિત રોજીંદા ઉપભોગમાં આવતી વસ્તુઓ આદિનું પણ નવકારશી અને ચઉવિહાર પચ્ચક્ખાણ લેતી વખતે પિરમાણ