________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તિવિહાર પચ્ચક્ખાણ કરવા અસમર્થ છતાં તે તરફ આગળ વધવાની પૂર્ણ ભાવના ધરાવનાર મહાનુભાવ કોઈક અસાધ્ય રોગના કારણે ઔષધ લીધા વગર, રાત્રે સમાધિ ટકે તેમ ન હોય અને ગુરૂભગવંત પાસે તે અંગેની નિર્બળતા અને અસમાધિ થવાના કારણોનું નિવેદન કરીને સંમતિ લીધેલ હોય તેવા રાત્રિભોજનત્યાગની ભાવનાવાળા આરાધક ને સૂર્યાસ્ત પહેલાં દુવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં શક્ય હોય ત્યાં સુધી કાંઈપણ લેવાનું ટાળવા પ્રયત્ન કરે, છતાં લેવું જ પડે તેવા સંજોગો ઉપસ્થિત થાય તો સૂર્યાસ્ત પછી ઔષધ અને પાણી લઈ શકે.
સૂર્યાસ્ત પછી જમના૨ને ચવિહાર-તિવિહાર-દુવિહારનું પચ્ચક્ખાણ ન જ કરાય. તેઓ ગુરૂભગવંત પાસે જાણીને ધારણા અભિગ્રહ પચ્ચક્ખાણ’ (જમ્યા પછી કાંઈપણ નહીં ખાવાનો અભિગ્રહ) લઈ શકે. તેઓને રાત્રિભોજનનો દોષ લાગે જ, તેમાં કોઈ શંકા ન કરવી.
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો દીક્ષાગ્રહણ કરે ત્યાંથી, જીવે ત્યાં સુધી ગમે તેવા શારીરિક-માનસિક આદિ સંજોગો ઉપસ્થિત થાય તો પણ ક્યારેય ચારેય પ્રકારનો આહાર નજ કરે. જીવન પર્યંત રાત્રિભોજનત્યાગનુંછકુંવ્રત પાળે.
પૂ.ગુરૂભગવંત પચ્ચક્ખાણ આપે ત્યારે એક કે બે વાર ખાવાની છૂટ આદિ ના પચ્ચક્ખાણ ન આપે, પણ એકાસણા પચ્ચક્ખાણમાં એક ટાઈમ સિવાય અન્ય સમયના ભોજનનો ત્યાગ કરવાનાં પચ્ચક્ખાણ આપે. તે મુજબ સઘળાંય પચ્ચક્ખાણમાં સમજવું.
નવકારશીનું પચ્ચક્ખાણ કરનાર કોઈક સંજોગે ‘પોરિસી’ કે ‘સાઢપોરિસિ’ સુધી કાંઈ પણ ખાધા-પીધા વગર રહે અને આગળનું પચ્ચક્ખાણ ન કરે તો તેને ફક્તનવકારશી નો જલાભ મળે. કદાચ સમય વધારે થઈ જતાં ખ્યાલ આવે અને આગળનું પચ્ચક્ખાણ કરે તો તે પચ્ચક્ખાણનો લાભ મળે. પણ સૂર્યોદય પહેલાં લીધેલા પચ્ચક્ખાણ જેટલો લાભ ન મળે.
૨૫૮
આયંબિલ, એકાસણું કે બિયાસણાનું પચ્ચક્ખાણ કરેલ હોય અને ઉપવાસ કરવાની ભાવના જાગે તો, પાણી પીધેલ ન હોય અને ઉપવાસનું પચ્ચક્ખાણ કરે, તો જ ઉપવાસનો લાભ મળે. તે જ પ્રમાણે એકાસણાનું પચ્ચક્ખાણ લીધા બાદ આયંબિલ કે લુખી નીવિ કરવાની ભાવના જાગે