________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૭
અનુસાર “પાણહાર પોરિસિં..'નું પચ્ચખાણ અવશ્ય લેવું જોઈએ. ચઉવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લીધેલ હોય તો તે દિવસે સાંજે ગુરૂસાક્ષીએ અને દેવસાક્ષીએ ફરીવાર પચ્ચકખાણનું સ્મરણ કરવું જોઈએ. એક સાથે ઘણા ઉપવાસનું પચ્ચકખાણ એક જ દિવસમાં લીધા પછી કે મનમાં ફક્ત ધારણા કરી લીધા પછી બીજા-ત્રીજા આદિ દિવસોમાં ફરીવાર પચ્ચકખાણ ન લેવાથી ઉપવાસનો લાભ મળતો નથી. પાણી મોઢાંમાં નાખ્યા પછી સવારનું કોઈપણ પચ્ચક્ખાણ ન લેવાય.
હાલ, નવકારશી આદિ પચ્ચકખાણમાં કેટલીક અજ્ઞાનતા અને દેખાદેખીના કારણે પચ્ચકખાણ પારતી વખતે પાર્યા પછી તુરંત કોગળા કરવાની કે દાંતણ કરવાની કે થોડુંક પાણી પીવાની પ્રવૃત્તિ વિધિરૂપે ચાલુ થયેલ છે, તે ઉચિત નથી. પહેલા નંબરે તો પચ્ચખાણ પારવાની વિધિનો આગ્રહ રાખવો જરૂરી છે. છતાં શક્ય ન હોય તો ત્રણવાર શ્રી નવકારમંત્ર મુદ્ધિવાળીને ગણવાથી પચ્ચક્ખાણ પારવાની પ્રથા પ્રચલિત છે.
સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે નવકારશી પચ્ચકખાણ આવે, તેમસૂર્યાસ્ત પૂર્વે (પહેલાં) બેઘડી (૪૮મિનિટ) થાય ત્યારે ચારેયપ્રકારના આહારના ત્યાગ સ્વરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવાની પ્રથા જૈનશાસનમાં પ્રચલિત હતી અને અત્યારે પણ ચતુર્વિધ શ્રી સંઘમાં કેટલાંક વર્ગ આ મુજબ સુર્યાસ્ત પહેલાં બેઘડીએઆહાર-પાણીનો ત્યાગ કરે છે, તે અનુકરણીય છે.
કદાચ તે (બે ઘડી પહેલા પચ્ચકખાણ કરવું) શક્ય ન બને, તો બારે માસ ચઉવિહારનું પચ્ચખાણ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ. રાત્રિભોજન નરકનું પ્રથમ દ્વાર છે. રાત્રે આહાર-પાણી કાંઈ પણ લેવાય નહિ અને અપાય નહિ. છતાં ધર્મમાં નવો પ્રવેશ કરનાર મહાનુભવોને કાંઈક લાભ મળે, તે આશયથી તિવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં પાણી કેટલું અને કેટલી વાર અને કેટલા વાગ્યા સુધી પીવાય, તે અંગે ઘણા મુંઝવણ અનુભવતાં હોય છે. તરસ્યા રહેવાની શક્તિ ન જ રહે અને અસમાધિ થવાની શક્યતા રહે ત્યારે તિવિહારનું પચ્ચખાણ કરનાર મહાનુભાવેલોટા-ગ્લાસ કે જગભરીને પાણી ઘટઘટાવી જવાના બદલે ઔષધ સ્વરૂપે શક્ય તેટલું ઓછું અને ઓછીવાર અને વહેલાસર ગળું ભીનું થાય તેટલુંદુ:ખતા હૃદયે પીવાય.