________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૭
હે વીતરાગ ! હે જગતના ગુરુ ! (તમે) જય પામો. હે ભગવંત ! મને તમારી ભક્તિના પ્રભાવથી સંસાર પરથી કંટાળો (ભવ-નિર્વેદ), (તમારા) માર્ગને અનુસરવાની બુદ્ધિ (માર્ગાનુસારીપણું) અને (મો) ઈચ્છિતફળની સિદ્ધિહોજો. (૧) લોકમાં વિરોધ ઉત્પન્ન થાય એવા કાર્યનો ત્યાગ (લોકાપવાદ-ત્યાગ), વડીલજનોની પૂજા (આદર-સત્કાર-બહુમાન), પરોપકાર કરવાની તત્પરતા અને સદ્ગુરૂભગવંતોનો ભેટો (યોગ) તેમજ તે સદ્ગુરૂભગવંતના વચનની સેવા, આ સંસારમાં જ્યાં સુધી છું, ત્યાં સુધી મને અખંડપણે પ્રાપ્ત થાઓ. (૨) હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણું બાંધવાનું વાવેલું (નિષેધેલું) છે, તો પણ મને જન્મોજન્મમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત હોજો. (૩) હે નાથ ! તમને નમસ્કાર કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિબીજ (સમ્યગ્દર્શન) એ (ચાર) પ્રાપ્ત થાઓ. (૪) સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વલ્યાણોના કારણરૂપ, સર્વધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન જય પામે છે. (૫)
આ સૂત્રની પહેલી બે ગાથા શ્રી ગણધર ભગવંતે રચેલી છે અને છેલ્લી ત્રણ ગાથા પાછળથી ઉમેરવામાં આવેલી છે. પ્રભુજીના પ્રભાવથી અર્થાત્ ભક્તિના પ્રભાવથી આઠ વસ્તુઓની માંગણી (પહેલી બે ગાથામાં) કરતી વખતે મુક્તાશક્તિ મુદ્રામાં કરવી અને પ્રભુજીના પ્રભાવથી ચાર વસ્તુઓની માંગણી (છેલ્લી ત્રણ ગાથામાં) કરતી વખતે યોગ મુદ્રા કરવી જોઈએ.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
મુહપત્તિ પડિલેહણની રજા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
મુહપત્તિ પડિલેહું? ઇચ્છે.