________________
૨૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન જીવો પામે છતે (પામવાથી) નિર્વિઘ્નપણે અજરામર (અજર-ઘડપણ રહિત=મોક્ષપાદ) ને પામે છે. (૪) હે મોટા યશવાળા (પાર્શ્વનાથ ભગવાન) ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર ! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન)ને આપો. (૫)
આ સ્તોત્ર-વ્યતંરરૂપે થયેલા પોતાના ભાઈ મિથ્યાદષ્ટિ વરાહમિહિરના ઉપદ્રવથી બચવા ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી એ રચેલ છે. તેમાં મુખ્યત્વે પાર્શ્વપ્રભુનું સ્તવન છે.
(ત્યાર પછી બે હાથ જોડી, લલાટે રાખી નીચેનું સૂત્ર બોલવું.)
પરમાત્માની પાસે ભક્તિના ફળરૂપે તેર પ્રકારની પ્રાર્થના - યાચના
જય વીયરાય! જયગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયd ભવ્ય નિવ્વઓ મગ્ગા મુસારિઆ ઇટ્ટ ફલ સિદ્ધિ. (૧) લોગ વિરુદ્ધ સ્થાઓ, ગુરૂજણપૂબ પરત્થકરણ ચ, સુહ ગુરુ જોગો તથ્વયણ સેવણા આભવમખેડા. (૨)
(આટલું બોલ્યા પછી બંને હાથ લલાટથી નીચે ઉતારવા. હાથ લલાટ અને નાભિની વચ્ચે રાખવા)
વારિજ્જઈ જઈ વિ નિયાણ બંધણું, વિયરાય! તુહ સમયે,
તહ વિ મમ હુક્ત સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. (૩) દુખ ખઓ કમ્મ ખઓ, સમાધિમરણં ચ બહિલાભો અ, સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામ કરણેણં. (૪)
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધર્માણામુ, જૈન જયતિ શાસનમ્. (૫).