________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૫
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (૧)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ઘર્મમાર્ગમાં અંતરાયભૂત વિપ્નોના નિવારણની પ્રાર્થના ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મ ઘણ મુક્ક, વિસ હર વિસ નિન્નાસ, મંગલ કલ્યાણ આવાસ (1) વિસહર ફુલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્ય ગહ રોગ મારી, દુઃ જરા જંતિ ઉવસામ (૨) ચિક્રેઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગચ્ચે (૩) તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ પૂપાય વક્મહિએ,
પાવંતિ અવિઘૃણ, જીવા અયરામ ઠાણે (૪). ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિબ્બર નિષ્ણરેણ હિયએણ, તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ (૫)
ઉપસર્ગને હરનારા, પાર્શ્વયક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષને ધારણ કરનારા એવા સર્પના વિષનો નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘરરૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. (૧) જે કોઈ મનુષ્ય વિષને હરનાર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટતાવ શાંતિને પામે છે. (૨) તે (સ્ફલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનાર થાય છે (અને) મનુષ્ય-તિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. (૩)