________________
૨૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા જિનચૈત્યોની વંદના જાવંતિ ચેઇઆઈ, ઉઠે અહે અતિરિઅ લોએ અ,
સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ (1)
ઉદ્ગલોકમાં, અધોલોકમાં, અને તિસ્કૃલોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે, તેને અહીં રહેલો હું, ત્યાં રહેલી સર્વે પ્રતિમાઓને વંદન કરું છું. (૧)
જાવંત ચેઇઆઈ જિન પ્રતિમા, આત્મબોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ભરત, ઐરાવત, મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુ ભગવંતોની વંદના
જાવંત કે વિ સાહુ, ભરફેરવય મહાવિદેહે અ, સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું (1)
ભરતક્ષેત્રમાં, ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં મનદંડ-વચનદંડકાયદંડ રૂપ ત્રણ દંડથી વિરામ પામેલાં જે કોઈપણ સાધુ ભગવંતો છે, તેઓ સર્વને હું મન, વચન, કાયાથી નમેલો છું. (૧)
શ્રી વિતરાગ પરમાત્માને ઓળખનાર, સમજાવનાર અને સન્માર્ગ બતાવનાર સાધુ ભગવંતો છે. તેઓને આ જાવંત કે વિસાહુ સુત્ર દ્વારા વંદન કરાય છે. યોગ્ય બહુમાન, આદર, અહોભાવ દ્વારા હંમેશા તેઓની વંદના કરવાથી કર્મ નિર્જરા થાય છે.