________________
૨૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, | કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ
વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ. (). હે ભગવાન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું? (ભગવંત કહે “પાછા ફરો') (ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઈચ્છું છું પ્રમાણ ગણું છું. હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેથી પાછો ફરવા ઈચ્છું છું. (૧, ૨) જેમકે જતાં-આવતાં (ગમનાગમન કરતાં), જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલી ફૂગ, સચિત્ત પાણીયુક્ત સચિત્ત માટી, કરોળીયાની જાળ, પગ નીચે આવવાથી. (૩,૪) એક ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના (નીચે જણાવ્યા મુજબ) કરી હોય. (૫,૬)
(સામાયિક દરમ્યાન કાંઈ પણ મન, વચન, કાયાથી સાવદ્ય યોગ સેવાઈ ગયા હોય, તેની શુદ્ધિ થઈ જાય. એટલે સામાયિક સાંગોપાંગ શુદ્ધ જ થાય.)
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી
તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાહીકરણેણં,
વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિગ્ધાયટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ. (1)
(વિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તેશ્રી અન્નત્યસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)