________________
૨૩૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, અય્યતા, ધારિણી, વૈરુટ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા (આ ૨૪યક્ષિણી છે). (૧૦)
૪ નિકાયના દેવદેવીઓ, વ્યંતરો, યોગિનીઓનું સ્મરણ ઇઅ તિર્થી રખણ રયા, અન્ને વિ સુરા સુરી ય ચઉહા વિ,
વંતર જોઈણિ પમુહા, કુણંતુ રí સયા અખ્ત (૧૧) એ પ્રકારે ચતુર્વિધ શ્રી સંઘરૂપતીર્થની રક્ષામાં તત્પર એવાપૂર્વોક્ત યક્ષ અને યક્ષિણી અને બીજા પણ ચારેય પ્રકારના દેવ-દેવીઓ તથા વ્યંતર અને યોગિની વગેરે અમારું હંમેશાં રક્ષણ કરો. (૧૧)
| ઉપસંહાર
શાંતિનાથનું, સમ્યફદષ્ટિ દેવોનું સ્મરણ એવં સુદિ િસુર ગણ સહિઓ સંઘમ્સ સંતિ જિણચંદો, મઝ વિ કરેઉ રખં, મુણિસુંદરસૂરિ શુઅ મહિમા (૧૨) એ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ સહિત એવા (અને) મુનિસુંદરસૂરિ દ્વારા સ્તવાયેલા મહિમાવાળા એવા શ્રી શાંતિજિનચંદ્ર, સંઘનું અને મારું પણ રક્ષણ કરો. (૧૨)
સ્તોત્રનું મૂળ નામ અને સ્તોત્ર ગણવાનું ફળ ઇયે “સંતિનાહ સમ્મ દિ િરમુખ સરઇ તિકાલ જો,
સવોવદવ રહિઓ, સ લહઈ સુહ સંપર્યં પરમ (૧૩) એ પ્રકારે જે સમ્યગ્દષ્ટિ મનુષ્ય શાંતિનાથની રક્ષાને ત્રણે કાળસ્મરણ કરે છે, તે સર્વ ઉપદ્રવથી રહિત થઈને ઉત્કૃષ્ટસુખસંપદાને પામે છે. (૧૩)
(પ્રશસ્તિ) ક્ષેપક છે...સ્તોત્રકારના ગુરુનું નામ સ્મરણ (તવગચ્છ ગયણ દિયર જુગવર સિરિસોમસુંદર ગુરૂછું, સુપસાય લદ્ધ ગણહર વિન્જાસિધ્ધા ભણઇ સીસો) (૧૪)