________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨ ૨૭
વિવિધ પ્રકારના દેવોની પ્રસન્નતા 36 ગ્રહાશ્ચંદ્ર, સૂર્યાગારક, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનૈશ્વર,
રાહુ કેતુ સહિતા સલોકપાલા: સોમ, યમ, વરૂણ, કુબેર, વાસવાદિત્ય, સ્કંદ વિનાય કોપેતા યે ચાન્યપિ ગ્રામ નગર ક્ષેત્રદેવતા દયતે સર્વે પ્રીયંત્તાં, પ્રીયંત્તાં
અક્ષણકોશ કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. (૯)
ૐ નવગ્રહો = ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, (પુંછડીયા તારા) સહિત, લોકપાળના દેવો સહિત, સોમ, યમ, વરુણ, કુબેર, ઈદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત ને બીજા પણ ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે સર્વ પ્રસન્ન થાઓ. પ્રસન્ન થાઓ. ક્ષય ન પામેતેવા (નિધિ) અક્ષયભંડાર ધાન્યના કોઠારોવાળા રાજા પ્રાપ્ત થાઓ. (૯)
કુટુંબોમાં આનંદ અને પ્રમોદ 3ૐ પુત્ર, મિત્ર, ભાતૃ, કલત્ર, સુહ, સ્વજન, સંબંધિ, બંધુવર્ગ સહિતાઃ નિત્યં ચામોદ પ્રમોદ કારિણઃ (ભવતુ સ્વાહા) (૧૦)
અસ્મિશ્ચ ભૂમંડલ આયતન નિવાસિ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં રોગોપસર્ગ વ્યાધિ દુઃખ દુભિક્ષ દૌર્મનસ્યો
પશમનાય શાંતિર્ભવતુ. (૧૧) ૐ પુત્ર, હિતેચ્છુ, સહોદરબંધુ, સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, પોતાના કુળની ગોત્રીઓ હંમેશાં આમોદ-પ્રમોદ કરનારા થાઓ. અર્થાત્ સર્વવિશેષ કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાઓ. વળી આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ. (૧૦,૧૧)