________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૫
ૐ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને કહે છે કે આજનો દિવસ ઉત્તમ છે. કેવળજ્ઞાન વડે સર્વ પદાર્થને જાણનારા, કેવળદર્શન વડે સર્વને જોનારા, જે ત્રણ લોકના સ્વામી, ત્રણ લોક વડે (ત્રિભુવનવાસી જીવો વડે) પુષ્પાદિકે પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકને ઉદ્યોત (પ્રકાશ) કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થંકરો અત્યંત સંતુષ્ટ થાઓ, સંતુષ્ટ થાઓ. (૩)
શાંતિના ભંડાર ચોવીસ તીર્થંકર પરમાત્માઓ
ૐ ૠષભ, અજિત, સંભવ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા (૪)
ૐ પદ વડે નમસ્કાર કરીને, શોભાયમાન થયેલા શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપુજ્યસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પર્યંત ઉપશાંત થયેલા એવા હે (ચોવીશ) તીર્થંકરો ઉપશમ ભાવ વડે કષાયો દ્વેષાદિ વગેરે ઉપદ્રવોને નાશ કરનારા થાઓ-શાંતિકરનારાથાઓ. (૪)
ભાવના બળથી-સદાના રક્ષક મુનિ મહાત્માઓ(૧)
ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજય
દુર્ભિક્ષ કાંતા૨ેષ; દુર્ગા માર્ગેષુ રક્ષતુ વો નિત્યં સ્વાહા (૫)
ૐ પદ વડે નમસ્કાર કરીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા હે મુનિઓ, શત્રુના વિજયને વિષે, દુષ્કાળ અને મહા અટવીને વિષે, વિકટ માર્ગોને વિષે તમારું સદા રક્ષણ થાઓ. (૫)