________________
૨૨૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તપૂજા યાત્રા સ્નાત્રાદિ મહોત્સવા નંતર મિતિ, કૃત્વા કર્યાં દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. (૨)
હે ભવ્ય જીવો, આ જ ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થંકરોના જન્મ સમયે સૌધર્મ-દેવલોકના ઈંદ્રના આસન ચલાયમાન થયા પછી, ઇંદ્ર વડે અવધિજ્ઞાનના ઉપયોગ વડે (જિન જન્મને) જાણીને (હર્ષ પામેલ), સૌ ધર્માધિપતિ - સુઘોષા નામના ઘંટને વગાડ્યા પછી, સર્વ સુર (વૈમાનિક દેવો), અસુર (ભવનપતિના દેવો) અને તેમના ઇંદ્રોની સાથે (જિન જન્મ સ્થાને) ભક્તિથી આવીને પરમ વિનય સહિત સૌધર્મેન્દ્ર, અર્હદ્ ભટ્ટારક (બાળભગવાન)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જઈને સ્નાત્રમહોત્સવ કર્યો, પછી તે (સ્નાત્રમહોત્સવના અંતે) શાંતિનો મોટા શબ્દો વડે ઉદ્ઘોષણા કરે છે (તેથી તે પ્રમાણે કરેલું અનુકરણ થાય તે માટે, હું પણ ઇંદ્રાદિદેવસમૂહ જે માર્ગે ગયો, તે જ માર્ગ પ્રમાણ છે એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે (જિનાલય) ભક્તિથી રક્ત થઈને, સ્નાત્રપીઠિકા ઉપર વિધિ પ્રમાણે સ્નાત્ર કરીને મોટા શબ્દો વડે, શાંતિની, ઉદ્ઘોષણા કરું છું, તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે કૃત્ય કરીને કાન દઈને તમે સાંભળો, સાંભળો. (સ્વાહા). (૨)
જે માર્ગે મહાજન (પૂર્વાચાર્યો) ગયેલા છે તે માર્ગ કહેવાય, એ પ્રમાણે આચરીને ભવ્ય જનો સાથે સ્નાત્રપીઠ ઉપર આવીને, સ્નાત્ર કરીને શાંતિ બોલું છું.
(૩.શાંતિ પાઠ)
શાંતિની ઉદ્ઘોષણાનો પ્રારંભ ઃ જગતની વ્યવસ્થા અને પવિત્રતાનો મુખ્ય આધાર તીર્થંકર પરમાત્મા ઉપર છે.
ૐ પુણ્યા ં પુણ્યા ં, પ્રીયંન્તા પ્રીયંન્તા, ભગવન્તોહન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન સ્ત્રિલોકનાથા, સ્ત્રિલોકમહિતા, સ્ત્રિલોક પૂજ્યા, સ્ત્રિલોકેશ્વરા, સ્ત્રીલોકોદ્યોતકરાઃ (૩)