________________
૨૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંસારરૂપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા ધૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું. (૧) ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી નમસ્કાર કરનારા લોકોના મનોવાંછિત જેઓએ સારી રીતે પૂર્ણ કર્યા છે, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હું ખૂબ નમસ્કાર કરું છું. (૨) આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાનમાં કારણે ગંભીર છે. લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સૂક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપૂર હોવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે. ચૂલિકા રૂપ વેળા (ભરતી) વાળો છે. આલાયક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો અત્યંત મુશ્કેલ છે. એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. (૩) મૂળથી ડોલાયમાન હોવાથી ખરેલા પરાગની અતિ સુગંધમાં મસ્ત થયેલા ભ્રમરોની શ્રેણીથી શોભાયમાન સુંદરપાંખડીવાળા કમળ-ઘર ઉપર આવેલા ભવનમાં રહેનારી ! કાંતિ-પૂંજથી શોભાયમાન ! હાથમાં સુંદર કમળને ધારણ કરનારી ! અને દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર ! દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી દે શ્રુતદેવી ! તમે મને મોક્ષનું ઉત્તમ વરદાન આપો. (૪)
આ સ્તુતિ પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેમણે પ્રાયશ્ચિત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. જ્યાં ૧૪૪૦ગ્રંથો પુરા થયાં, તેવામાં કાળધર્મ નજીક આવવાથી ૪ સ્તુતિરૂપ ૪ ગ્રંથો બનાવી પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી આ સ્તુતિ રચી છે. પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી ૪ સ્તુતિ બનાવતા ચોથી સ્તુતિનું એક પદ બોલાયું તેવામાં તેમની બોલવાની શક્તિ બંધ થતાં, સંઘે અથવા શાસનદેવીએ તેમના હૃદયનો અભિગમ જાણી ચોથી સ્તુતિ પુરી કરી, ત્યારથી ‘ઝંકારા” થી માંડી બાકીની સ્તુતિ સહુશ્રાવકો એકી સાથે મોટા સ્વરે ઉલ્લાસમાં બોલે છે.
પાપથી શુદ્ધ બનેલા પોતાના આત્માના આનંદને વ્યક્ત કરવા અને આ પ્રતિક્રમણ ધર્મની પ્રાપ્તિ વર્તમાન શાસનાધિપતિના કાળમાં થઈ છે તેથી તેઓ પ્રત્યે કૃતજ્ઞા વ્યક્ત કરતા આ સ્તુતિ બોલાય છે.