________________
૨૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ધર્મમાર્ગમાં અંતરાયભૂત વિપ્નોના નિવારણની પ્રાર્થના ઉવસગ્ગહર પાસ, પાસે વંદામિ કમ્મ ઘણ મુર્ક, વિસ હર વિસ નિન્નાસ, મંગલ કલ્યાણ આવાસ (1) વિસ હર ફલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્સ ગહ રોગ મારી, દુઢ જરા જંતિ ઉવસામ (૨) ચિટ્ટઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગથ્ય (૩) તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ પ્પપાય વક્મહિએ,
પાવંતિ અવિષેણ, જીવા અયરામરં ઠાણ (૪) ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિબ્બર નિર્ભરેણ હિયએણ,
તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ (૫) ઉપસર્ગને હરનારા, પાર્શ્વયક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષ ધારણ કરેલા સર્પના વિષનો નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘર રૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. (૧) જે કોઈ મનુષ્ય, વિષને હરનાર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટતાવ શાંતિને પામે છે. (૨) તે (સ્ફલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનારથાયછે (અને) મનુષ્ય-તિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. (૩) ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન પામવાથી જીવો નિર્વિદનપણે અજરામર (અજ૨=ઘડપણ રહિત=મોક્ષપાદ) ને પામે છે. (૪) હે મોટા યશવાળા પાર્શ્વનાથ ભગવાન ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન)ને આપો. (૫)