________________
૨૧૫
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૫ દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તકવડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સઝાય કરું? “ઇચ્છે'. હે ભગવન્! હુંસઝાય કરું છું.
(પછી નીચે બેસી એક નવકાર, ઉવસગ્ગહર ગણી સંસારદાવાની સઝઝાય કહેવી)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
નવકારમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક અરિહંત અને સિદ્ધ ભગવાન નવકારમાં છે. તેથી જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.