________________
૨૧ ૨.
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્થ ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫) ૧-ઉંચો શ્વાસ લેવા વડે, ર-નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ઘૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાનવડ, મૌનવડે, ધ્યાન વડે, આત્માને વોસિરાવું છું. (૫)
૧) લોગસ્સમાં શ્રી તીર્થકર ભગવંતોનું જ ગુણકિર્તન શા માટે? ઉત્તર : શ્રી તીર્થકર ભગવંતો ૧- પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી ૨-પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી ૩- ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી તેમનું ગુણકિર્તન કરાયેલું છે. ૨) દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો જ કેમ હોય છે? ઉત્તર : એક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં, ત્રિલોકના નાથ જેવા જિનેશ્વર ભગવંતોને જન્મવા લાયકના સાત ગ્રહનો ઉત્કૃષ્ટ સમય ચોવીસ વખત જ આવે છે.