________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૧
અઢીદ્વીપ માં રહેલ અઢાર હજાર શિલાંગ શીલ-ચારિત્રના ધરનાર સર્વ સાધુ ભગવંતોને વિવિધ ગુણ સ્મરણ કરી વંદના.
અઠ્ઠાઈજ્જેસુ દીવ સમુદ્દેસુ, પનરસસુ, કમ્મ ભૂમીસુ, જાવંત કે વિ સાહુ, રય હરણ ગુચ્છ પડિગ્ગહ ધારા (૧) પંચ મહ વ્યય ધારા, અટ્ટારસ સહસ્સ સીલંગ ધારા, અક્ખયા યાર ચરિત્તા, તે સવ્વ સિરસા મણસા મત્લએણ વંદામિ (૨)
અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પંદર કર્મભૂમિને વિષે જે કોઈ પણ સાધુ ભગવંતો રજોહરણ (ઓઘો), ગુચ્છક (પાત્રાની ઝોળી ઉપર-નીચે બંધાય તે) અને પાત્રા (આદિ)ને ધારણ કરનારા. (૧)
પાંચ મહાવ્રતને ધારણ કરનાર, અઢાર હજાર શીલના અંગને ધારણ કરનાર, તથા સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સર્વને હું મસ્તકથી અને મનથી વંદન કરુંછું. (૨)
આ સૂત્ર શ્રાવક- શ્રાવિકાગણે દેવસિઅ-રાઇઅ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાનહં' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કર્યા પછી બોલવાનું હોય છે. વડીલ ભાગ્યશાળી સૂત્ર ઉચ્ચારે (અન્યો સાંભળે) ત્યારે સર્વે જમણા હાથની હથેળી ચરવળા કટાસણા ઉપર ચત્તી સ્થાપન કરે તેવી વિધિ છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !
દેવસિય પાયચ્છિત્ત વિસોહણથૅ કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છે, દેવસિય પાયચ્છિત્ત વિસોહણથં કરેમિ કાઉસ્સગં.
ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવન્ ! દિવસ સંબંધી અતિચારના પ્રાયશ્ચિતની વિશેષ શુધ્ધિ માટે કાયોત્સર્ગ કરું ? આજ્ઞા પ્રમાણ છે. દિવસ સંબંધી પ્રાયશ્ચિતની વિશુધ્ધિ માટે કાઉસ્સગ્ગ કરું છું.
આહાર-પાણીને ધારણ કરવા સમર્થ કાષ્ઠના પાત્રાથી શોભતા અને ગોચરી વાપરવા છતાં કર્મનિર્જરા સાધતા અને અહિંસા, જૂઠ, ચોરી, મૈથુન-પરિગ્રહથી સર્વથા વિરામ પામવા માટે પાંચ મહાવ્રતને ધારણ કરતા અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પંચાચારનું સુવિશુદ્ધ પાલન કરવા સાથે શુદ્ધ નિર્વિકાર હૃદય વૃત્તિને અખંડિત ધરનારા એવા મહાત્માઓને વંદન કરવા.