________________
૨૦૯
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૯ રોજ બંને વખત આ સ્તોત્ર ગણવાથી થતા લાભ જો પઢઈ જો અનિસુણઈ, ઉભઓ કાલપિ અજિઅ સંતિથયું, ન હુ હુતિ તસ્સ રોગા, પુત્રુપ્પડ્યા વિનાસંતિ (૩૯)
અંતિમ ઉપદેશ જઈ ઇચ્છહ પરમપર્યા, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે,
તા તેલુફ્ફદ્ધરણે, જિણ વયણે આયરે કુણહ. (૪૦) શ્રી અજિતશાંતિ સ્તવનને બંને વખત પણ જે ભણે છે અને જે સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વ ઉત્પન્ન થયેલા રોગ નાશ પામે છે. (૩૯) જો તમે પરમપદને અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઈચ્છો છો. તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો. (૪૦)
આ સ્તોત્ર રચનાર શ્રી નંદિષેણ મુનિ માનવામાં આવે છે. કોઈ કહે છે તેમ શ્રી નેમનાથ પ્રભુના શાસનમાં એક નંદિષણમુનિ થયા છે. વળી કોઈ કહે છે શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા નંદિષણ મુનિ છે. શ્રી શત્રુંજયગિરિની ૬ ગાઉની પ્રદક્ષિણાએ જતાં ચિલ્લાણા તલાવડી પાસે શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી અજિતનાથ પ્રભુની બે દેરીઓ સામસામે હોવાથી એકમાં ચૈત્યવંદન કરતા બીજાને પૂંઠ પડતી અને તેથી અશાતના થતી. ત્યારે આ સ્તોત્રકારે આ સ્તોત્ર એવી ભક્તિભાવે ગાયું કે બંને દેરીઓ પાસે પાસે જોડાઈ ગઈ.
ઉત્કૃષ્ટકાળે વિહરતા ૧૭૦ જિનેશ્વરો વર્ણ અનુસાર સ્તવેલા છે. વરકનક શંખ વિદ્યુમ, મરકત ઘન સન્નિભં વિગત મોહમ્,
સપ્તતિ શતં જિનાનાં, સર્વાંમર પૂજિત વંદે (1) ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ, અને મેઘ જેવા (વર્ણવાળા) મોહ રહિત, સર્વદેવતાઓથી પૂજાયેલ એકસો ને સિત્તેર તીર્થકર ભગવંતોને (આ અવસર્પિણીમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં ૧૭૦ જિનેશ્વર દેવો વિહરતા હતા) હું વંદન કરું છું. (૧)
સાયંકાલીન પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાહ' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કરતા પહેલાં આ સૂત્ર સામુહિક બોલાય છે.