________________
૨૦૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વડે દૂર કર્યા છે સર્વપાપ જેમણે, સર્વલોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા, સારી રીતે સ્તુતિ કરાયેલા તે, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પૂજ્યો મને મોક્ષસુખ આપનારા થાઓ. (૩૨,૩૩,૩૪) ઉપસંહાર એ પ્રકારે તપના બળથી મહાન, દૂર થયાં છે જેમના કર્મ રૂપ રજ અને મલ, વિસ્તીર્ણ અને શાશ્વત ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીના યુગલની મેં સ્તવના કરી. (૩૫).
સ્તુતિ કરવાનું ફળ તં બહુગુણ પસાય, મુખ સુહેણ પરમેણ અવિસાય, નામેઉ મે વિસાયં, કુણઉ આ પરિસાવિ અધ્વસાય (૩૬) ગાહા
અંતિમ આશીર્વાદ તે મોએઉ આ નંદિ, પાવેઉ અ નંદિસેણ મભિનંદિ, પરિસાવિ અ સુહ નંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ (૩૭) ગાહા
આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો પMિઅ, ચઉમ્માસિઅ, સંવચ્છરીએ અવસ્ય ભણિઅવ્વો,
સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગ નિવારણો એસો (૩૮) ઘણા ગુણોના પ્રસાદવાળું, ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત, તે યુગલ મારા વિષાદનો નાશ કરો તથા સભાને અને મને પણ અનુગ્રહ કરો. (૩૬) તે યુગલ ભવ્ય જીવોને હર્ષ કરાવો, મંગળ પ્રાપ્ત કરાવો અને નંદિષણને સમસ્ત પ્રકારે આનંદ કરાવો, શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપો તથા મને પણ સંયમમાં આનંદ આપો. (૩૭) આ સ્તોત્ર ઉપસર્ગનું નિવારણ કરનાર છે, તેથી પકખી પ્રતિક્રમણને વિષે, ચાતુર્માસિક પ્રતિક્રમણને વિષે અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે (એક જણે) અવશ્ય ભણવા યોગ્ય છે અને સર્વે માણસોએ સાંભળવા યોગ્ય છે.(૩૮)