________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૭
દેવનર્તકીઓ, વલય, કટિસૂત્ર, કલાપ અને ઝાંઝરના મનોહર શબ્દો વડે, મિશ્રિત, હાવ ભાવ અને વિભ્રમના પ્રકારવાળા અંગના વિક્ષેપ વડે નૃત્ય કરીને, મોક્ષ આપનાર જે જગતમાં ઉત્તમ શાસનવાળા, ઋષિસમુદાય અને દેવોના સમુદાય વડે સ્તવના કરાયેલ અને વંદાયેલ પાછળથી દેવવધૂઓ વડે પ્રણામ કરાએલા એવા પરાક્રમવાળા જેમનાં બંને ચરણકમળો વંદાય છે તે ત્રણે લોકમાં શાંતિ કરનાર, સર્વ પાપ અને દોષથી રહિત, ઉત્તમ શ્રી શાંતિનાથ જિનેશ્વરને નમસ્કાર કરું છું. (૩૦,૩૧)
શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિઓ
છત્ત ચામર પડાગ જુએ જવ મંડિઆ, ઝય વર મગર તુરય સિરિવચ્છ સુ લંછણા,
દીવ સમુદ્ર મંદર દિસાગય સોહિએ, સલ્વિઅ વસહ સીહ રહ ચક્ક વાંકિયા (૩૨) લલિઅય સહાવ લટ્ટા સમ પૂઇટ્ટા, અદાસ દુટ્ટા, ગુણેહિ જિહા, પસાય સિટ્ટો, તવેણ પુટ્ટા, સિરીહિં ઇટ્ટા, રિસીહિં જુદા. (૩૩) વાણવાસિઆ તે તવેણ ધુએ સવ્વપાવયા; સવ્વલોઅ હિઅ મૂલ પાવયા,
સંથુઆ અજિઅ સંતિ પાયયા, હંતુ મેસિવ સુહાણ દાયયા (૩૪) અપરાંતિકા
ઉપસંહાર એવું તવ બલ વિલિ, થયું એ અજિઅ સંતિ જિણ જુઅલ, વવગય કમ્મ રય મલ, ગઈ ગયું સાસય વિલિ (૩૫) ગાહા છત્ર, ચામર, પતાકા, સ્તૂપ અને જવ વડે શોભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ એવા શુભ લંછનવાળા, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને દિગ્ગજવડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને ચક્ર વડે અંકિત, સ્વભાવથી સુંદર, સમતાભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણો વડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી લેવાયેલા, તપ