________________
૨૦૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભક્તિ વડે પૂર્ણ, વંદન માટે આવેલી દેવાંગનાઓ વડે, પોતાના લલાટો વડે, જેમના ઘણા પરાક્રમવાળા ચરણો વંદાય છે તથા ફરી ફરી વંદાયા છે જેમના, તે મોહને સર્વથા જિતનારા, દૂર કર્યા છે સર્વ દુઃખો જેણે, તેવા શ્રી જિનેશ્વર શ્રી અજિતનાથને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. (૨૬,૨૭,૨૮,૨૯)
યુઅ વંદિઅયસ્સા, રિસિગણ, દેવગણેહિં,
તો દેવવહુહિં, પયઓ પણમિઅસ્સા, જસ્ટ જગુત્તમ સાસણઅસ્સા, ભત્તિ વસાગય પિંડિઅયાહિં,
દેવ વરચ્છરસા બહુઆહિં, સુરવર રઇગુણ પંડિઅયાપ્તિ (૩૦) ભાગુરાય શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ
વંસદ તંતિતાલ મેલિએ, તિઉખરા ભિરામ સદમીસએ કએ અ, સુઈ સમાણણે અ સુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટિઆહિં, વલય મેહલા કલાવ નેઉરાભિરામ સદમીસએ કએ અ, દેવ નષ્ક્રિઆહિં હાવભાવ વિન્ગમ પ્પગારએહિં,
નશ્ચિઉણ અંગહારએહિં,
વંદિઆ ય જસ્ટ તે સુવિક્રમા કમા, તયં તિલોય સવ્વસત્ત સંતિકારયં, પસંત સવ્વપાવ દોસપ્રેસ હં,
નમામિ સંતિમુત્તમ જિર્ણ (૩૧) નારાયઓ ભક્તિના વશથી એકત્ર થયેલી, દેવોની સાથે રતિક્રીડા કરવામાં પંડિતા, એવી જ નર્તકવાદક, ઘણા શ્રેષ્ઠ દેવોની નૃત્યકુશળ દેવાંગનાઓ વડે, વાંસળીના શબ્દ, વીણા અને તાલ સહિત, ત્રિપુષ્કર વાજિંત્રના મનોહર શબ્દ વડે મિશ્રિત, સાંભળવાનું સમાનપણું હોવાથી, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી તથા પગે જાળીના આકારવાળા ઘૂઘરા બાંધેલી એવી