________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨
/૫
અંબરંતર વિઆરણિઆહિં, લલિઅ હંસ વહુ ગામિણિ આહિં,
પણ સોણિ થણ સાલિણિ આહિં, સકલ કમલ દલ લોઅણિઆહિં; (૨) દીવય. પણ નિરંતર થણભર વિણમિય ગાય લઆહિં, મણિ કંચણ પસિઢિલ મેહલ સોહિએ સોણિતડાહિં,
વર ખિંખિણિ નેઉર સતિલય વલય વિભૂણિ આહિં, રઇકર ચઉર મોહર સુંદર દંસણિઆહિં (૨૭) ચિત્તમ્બરા.
દેવસુંદરીહિં પાય વંદિઆહિં,
વંદિયા ય જસ્ટ તે સુવિક્રમા કમા, અપ્પણો નિડાલએહિં, મંડણોણ પ્પગારએહિ કેહિ કેહિ વિ, અવંગ તિલય પત્તલેહ નામઅહિં ચિલ્લએહિં સંગર્યા ગયાહિં,
ભત્તિ સન્નિવિટ્ટ વંદણાયાહિં હુંતિ તે વિંદિઆ પુણો પુણો (૨૮) નારાયઓ.
તમહં જિણચંદ, અજિયં જિઅમોહ, ધુય સવકિલેસ, પયઓ પણમામિ (૨૯) નંદિઅય
આકાશના અંતરાલમાં વિચરનારી, મનોહર હંસલીની જેમ ચાલનારી, પુષ્ટએવા કેડના ભાગ અને સ્તનો વડે શોભતી, કલાયુક્ત ખીલેલા કમળના પાંદડા જેવા નયનોવાળી, મોટા અને પાસે આવી ગયેલા સ્તનોના ભાર વડે નમી ગયેલ શરીર વેલડીવાળા, મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષ ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કેડનો પ્રદેશ જેનો, શ્રેષ્ઠ ઘુઘરીઓવાળા ઝાંઝર અને ટપકીવાળા કંકણ (વલય) વડે સુશોભિત એવી, પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર દર્શનવાળી, (અલંકાર દ્વારા શરીરના) કિરણોના સમૂહવાળી, આભૂષણની રચનાના પ્રકારો વડે, તે વળી કેવા કેવા પ્રકારો ? અપાંગતિલક (આંખમાં કાજળ) અને પત્રલેખા (કપાળે તિલક) નામવડે દેદીપ્યમાન પ્રમાણોપેત અંગવાળી,