________________
૨૦૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ધરણિધર પવરાઇરેઅ સારું (૧૫) કુસુમલયા સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં, તવ સંજમે અ અજિઅં,
એસ થુણામિ જિણું અજિઅં (૧૬) ભુઅગ પરિરિંગઅં
ઉપર પ્રમાણેના ગુણોથી શ્રીશાંતિનાથ પ્રભુની સ્તુતિ
સોમગુણેહિં પાવઇ ન તં નવ સરય સસી, તેઅ ગુણેહિં પાવઇ ન તં નવ સરય રવી, રૂવગુણેહિં પાવઇ ન તં તિઅસ ગણવઇ, સાર ગુણેહિં પાવઇ ન તેં ધરણિ ધરવઇ, (૧૭) ખજ્જિઅયં
ન
તિસ્થવર પવત્તયં, તમરય રહિયં,
ધીરજણ થુઅચ્ચિઅં, ચુઅ કલિ કલ્લુસં, સંતિસુહ પ્પવત્તયં તિગરણ પયઓ, સંતિમહં મહામુણિ સરણ મુવણ મે (૧૮) લિઅયં
નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં વધુસૌમ્યતાવાળા, વાદળાં રહિત સૂર્યના કિરણથી વધુ તેજવાળા, ઈન્દ્રોના સમૂહથી અધિક રૂપવાળા, શ્રેષ્ઠ મેરુ પર્વતથી વધુ દઢતાવાળા, સત્ત્વને વિષે નિરંતર નહિ જિતાય એવા, શારીરિક બળને વિષે પણ નહિ જીતાએલા, તપ અને સંયમમાં નહિ જીતાએલા, એવા શ્રી અજિતનાથ જિનેશ્વરનીહુંસ્તવના કરુંછું. (૧૫,૧૬) સૌમ્ય ગુણ વડે જેમને નવીન શરદઋતુનો ચંદ્ર ન પામી શકે, તેજ ગુણ વડે જેમને નવીન શરદઋતુનો સૂર્ય ન પામી શકે, રૂપના ગુણ વડે ઈન્દ્ર તેમને ન પામી શકે અને દઢતાના ગુણ વડે મેરુ પર્વત તેમને પામી શકે નહિ, તેવા શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક, કર્મ રૂપ રજથી રહિત, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, જેના મલિનતા અને વૈર દૂર થયા છે, મોક્ષના પ્રવર્તક મહામુનિ એવા શ્રી શાંતિનાથનું મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક હું શરણ સ્વીકારું છું. (૧૭,૧૮)