________________
૨૦૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી શાંતિનાથની સ્તુતિ (નિવાસસ્થાન, નગરી, પરિવાર, ઋદ્ધિ વગેરેનું વર્ણન) કુરુજણવય હત્થિણાઉર નરીસરો પઢમં તઓ મહાચક્ક વિટ્ટભોએ, મહ ભાવો,
જો બાવત્તરિ પુરવર સહસ્ય વરનગર નિગમ જણવયવઇ, બત્તીસા રાયવર સહસ્સા ણુયાય મગ્ગો,
ચઉદસ વર રયણ નવ મહાનિહિ ચઉસટ્ટિ સહસ્સ પવર જુવઇણ સુંદરવઇ,
ચુલસી હય ગય રહે સય સહસ્સસામી, છન્નવઇ ગામ કોડિ સામી,
આસી જો ભારહંમિ ભયવં (૧૧) વેડ્ડઓ. તેં સંતિ સંતિકરું, સંતિણું સવ્વભયા, સંતિ થુણામિ જિણ, સંતિ વિહેઉ મે (૧૨) રાસાનંદિઅયં.
કુરુ દેશના હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા એવા, ત્યાર પછી મોટા ચક્રવર્તીના રાજ્યને ભોગવનારા, મોટા પ્રભાવવાળા, જે બહોંતેર હજાર મુખ્ય શહેરો, શ્રેષ્ઠ નગરો, નિગમ અને દેશના સ્વામી, બત્રીશ હજાર શ્રેષ્ઠ રાજાઓ જેમનો માર્ગ અનુસરતા હતા, ચૌદ રત્ન, નવ મહાનિધિ અને શ્રેષ્ઠ યૌવન અને સૌંદર્યવાળી ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથના સ્વામી તથા છન્નુ ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રને વિષે હતા, તે ઉપશાંત રૂપ હતા, શાંતિને કરનારા હતા, જેઓ સર્વભય સંતીર્ણ થઈને શાંતિકર થયા, એ શ્રી શાંતિનાથ જિનેશ્વરની, મારીશાંતિ માટેસ્તુતિ કરુંછું. (૧૧,૧૨)
વિવિધ સંબંધોથી અજિતનાથ પ્રભુની સ્તુતિ
ઇક્બાગ ! વિદેહ નરીસર ! નરવસહા ! મુણિવસહા !, નવસારય સિસ સકલાણણ ! વિગયતમા ! વિદ્યુઅરયા !,