________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૯
શાંતિને કરનારા, ઈન્દ્રિયના દમન વડે ઉત્તમ તીર્થને કરનાર એવા તે શ્રી શાંતિનાથને પ્રણામ કરું છું અને તેમને શાંતિ અને સમાધિરૂપવરદાન આપો. (૮) શ્રી અજિતનાથની સ્તુતિ (નિવાસની નગરી અને શરીરની રચનાનું વર્ણન)
સાવસ્થિ પુલ્વ પત્થિવ ચ, વરહસ્થિ મન્થય પસન્દ વિચ્છિન્ન સંથિયું,
થિર સરિચ્છ વર્જી, મય ગલ લીલાયમાણ વરગંધહત્યિ પત્થાણ પસ્થિય સંથારિયું,
હત્યિ હસ્થ બાહું ધૂત કણગ રૂઅગ નિરૂવહય પિંજર પવર લખણો વચિએ સોમ ચારુ રૂવે,
સુઈસુહમણાભિ રામ પરમ રમણિજ્જ વર દેવ દુંદુહિ નિનાય મહુરયર સુહગિર (૯) વેઠુઓ. અજિએ જિઆરિગણું, જિસવભયં ભવોહરિઉં,
પણમામિ અહં પયઓ, પાવં પસમેઉ મે ભયd (૧૦) રાસાલુદ્ધઓ. સાવત્થીનગરીને વિષે પૂર્વ રાજા હતા એવા, જેનો શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવો પ્રશસ્ત અને વિસ્તીર્ણ શરીરનો આકાર છે, સ્થિર શ્રીવત્સવાળું હૃદય છે, મદ વડે ઉન્મત્ત અને લીલાયુક્ત શ્રેષ્ઠ ગંધહસ્તિના ગમન જેવી ચાલવાળા, સ્તુતિ કરવા યોગ્ય, હાથીની સૂંઢ જેવા જેના હાથ છે, તપાવેલ સોનાની કાંતિ જેવી સ્વચ્છ પીળા વર્ણની કાંતિવાળા, શ્રેષ્ઠ લક્ષણથી વ્યાપ્ત,જેનું સૌમ્ય અને સુંદર રૂપ છે, કાનને સુખકારી, મનને મનોહર, અત્યંત રમણીય, શ્રેષ્ઠ દુંદુભિના અવાજ કરતાં મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા, જેણે દુશ્મનનો સમુદાય જીત્યો છે, સર્વ ભયોને જીત્યા છે, એવા ભવપરંપરાના શત્રુ એવા શ્રી અજિતનાથ સ્વામીને પ્રણામ કરું છું અને હે ભગવાન! મારા પાપને શાંત કરો. (૯,૧૦)