________________
૧૯૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાયિકી આદિ પચ્ચીશ ક્રિયાના ભેદ વડે ભેગા કરેલા કર્મના કલેશને સંપૂર્ણપણે મૂકાવનારા, અન્ય દર્શનીય દેવોના વંદનના પુણ્ય વડે નહિ જિતાયેલા, ગુણો વડે પરિપૂર્ણ, મહામુનિઓની અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનાર, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિને કરેલ નમસ્કાર હંમેશાં મને શાંતિને કરનાર અને મોક્ષનું કારણ થાઓ. (૫) હે મનુષ્યો ! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધતા હો તો અભયને કરનારા શ્રી અજિતનાથનું અને શ્રી શાંતિનાથનું શરણ ભાવથી સ્વીકારો. (૬)
અજિતનાથ ભગવાનની સ્તુતિ અરઈ રઈ તિમિર વિરહિએ મુવરય જરમરણ, સુર અસુર ગરૂલ ભગવઈ પયય પરિવઈએ,
અજિઅ મહમવિ અ સુનય નય નિઉણમ ભયકરે. સરણ મુવસરિઅ ભુવિદિવિ જ મહિસયય મુવણમે () સંગયાં.
શાંતિનાથ ભગવાનની સ્તુતિ તં ચ જિગુત્તમ મુત્તમ નિત્તમ સત્તધર, અજ્જવ મદવ ખંતિ વિમુત્તિ સમાહિનિહિં,
સંતિકર પણમામિ દમુત્તમ તિર્થીયર, સંતિ મુણી મમ સંતિ સમાહિ વરં દિસઉ (૮) સોવાણય અરતિ, રતિ અને અજ્ઞાન રહિત અને જેમના જરા અને મરણ નિવૃત્ત થયા છે, વૈમાનિકદેવ, ભવનપતિ દેવ, ગરુડજ્યોતિષ્ક દેવ અને ભુજગ વ્યંતરદેવોના ઇન્દ્ર વડે આદરપૂર્વક નમસ્કાર કરાયેલા, જેનો ન્યાય સુંદર છે એવા નૈગમાદિ સાતે નવમાં નિપુણ, અભયને કરનારા, મનુષ્યો અને દેવોથી પૂજાયેલા, શ્રી અજિતનાથને શરણ પામીને નિરંતરસમીપ રહેલો હુંનમું છું. (૭) સામાન્ય કેવળીને વિષે ઉત્તમ, શ્રેષ્ઠ અને નિર્દોષ સત્ત્વને ધારણ કરનારા, સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા અને શુદ્ધ ચારિત્રના ભંડારરૂપ,