________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૭
સવ્વ દુખ્વ્પસંતીણં, સવ્વ પાવ પસંતીણં, સયા અજિઅ સંતીણં, નમો અજિઅસંતીણું. (૩) સિલોગો
જેમણે સર્વ ભય જીત્યા છે એવા શ્રી અજિતનાથને અને જેમના સર્વ રોગ અને પાપ શાંત પામ્યા છે એવા શ્રી શાંતિનાથને, વળી જગતના ગુરૂ અને શાંતિ રૂપ ગુણને ક૨ના૨ા એવા બંને જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. (૧) જેમનો અમંગળ ભાવ ચાલી ગયો છે, મહાતપો તપથી નિર્મલ સ્વભાવવાળા, નિરુપમ અને મહાન પ્રભાવવાળા, જેમણે વિદ્યમાન ભાવો સારી રીતે જાણ્યા છે એવા તે બે ની હું સ્તવના કરીશ. (૨) જેમના સર્વ દુઃખો વિશેષે શાંત થયા છે, જેમના સર્વ પાપો વિશેષે શાંત થયા છે, પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા એવા શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથને સદા નમસ્કાર થાઓ. (૩)
સ્તુતિનું માહાત્મ્ય, નમસ્કારની યોગ્યતાનાં કારણ અને સ્તુતિ કરવાની ખાસ ભલામણ
અજિઅ જિણ ! સુહપ્પવત્તણું, તવ પુરિસુત્તમ ! નામકિત્તણું, તહ ય ઘિઇ મઇપ્પ વત્તણું, તવ ય જિષ્ણુત્તમ સંતિ કિત્તર્ણ (૪) માગહિઆ કિરિઆ વિહિ સંચિઅ કમ્મ કિલેસ વિમુક્બયર, અજિઅં નિચિઅં ચ ગુણેહિં મહામુણિ સિદ્ધિગય અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિઅ સંતિકરું, સયયં મમ નિવ્વુઇ કારણયં ચ નમં સણયું (૫) આલિંગણયું. ચ પુરિસા ! જઇ દુખવારણ, જઇ ય વિમગ્ગહ સુક્ષ્મ કારણું, અજિઅં સંતિ ચ ભાવઓ,
અભયકરે સરણું પવજ્જહા (૬) માગહિઆ.
હે અજિત જિનેશ્વર ! પુરુષોત્તમ ! તમારા નામનું કીર્તન સુખને પ્રવર્તાવનારું અને સ્થિરતાવાળી બુદ્ધિ પ્રવર્તાવનારું છે. હે જિનોત્તમ ! શ્રી શાંતિનાથ ! તમારું કીર્તન પણ એવું છે. (૪)