________________
૧૯૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯) અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સ્તવન ભણું? “ઇચ્છે' હે ભગવન્! આપ આજ્ઞા આપો. હું સ્તવન ભણું? આજ્ઞા માન્ય છે.
(નીચે મુજબ “અજિતશાંતિ” નું સ્તવન બોલવું.)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્યઃ (1) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
અજિતશાંતિ સ્તવન
મંગળાચરણ શત્રુંજય પર શ્રી અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની વિવિધ છંદોમાં કરેલી સ્તવના
અજિએ જિઅ સવભય, સંતિ ચ પસંત સવ્ય ગય પાવું, જયગુરૂ સંતિ ગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. (૧) ગાહા વવગય મંગલભાવે, તે હં વિલિ તવ નિમ્મલ સહાવે,
નિરૂવમ મહપ્રભાવે, થોસામિ સુદિઃ સન્માવે. (૨) ગાહા