________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૩
(આ થોય પૂર્વાચાર માંથી ઉદ્ધત છે. એટલે સ્ત્રીઓને આ સ્તુતિ બોલવાનો અધિકાર નથી.) આ સ્તુતિમાં અધિકૃત તીર્થકર શ્રી મહાવીર પ્રભુ, ચોવીસ તીર્થંકર પ્રભુઓ અને શ્રુતજ્ઞાન એમ ક્રમથી ત્રણની સ્તુતિ છે.
(પ્રતિક્રમણની પૂર્ણાહુતિના હર્ષોલ્લાસ માટેની થાય સ્ત્રીઓએ બોલવી.)
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ
સંસાર દાવા નલ દાહ નીરં, સંમોહ ઘેલી હરણે સમીરં, માયા રસા ચારણ સાર સીરં, નમામિ વીરં ગિરિસાર ધીરં (૧)
સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ ભાવા વનામ સુર દાનવ માનવેન, ચૂલા વિલોલ કમલા વલિ માલિતાનિ, સંપૂરિતા ભિનત લોક સમી હિતાનિ, કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ (૨)
આગમ-સિદ્ધાંતની સ્તુતિ બોધા ગાધ સુપદ પદવી નીર પૂરા ભિરામ, જીવા હિંસા વિરલ લહરી સંગ માગાહ દેહં. ચૂલા વેલં ગુરુ ગમ મણિ સંકુલ દૂર પારં,
સારં વીરા ગમ જલનિધિ સાદર સાધુ સેવે (૩) સંસારરૂપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા ધૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું. (૧) ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી નમસ્કાર કરનારા