________________
૧૯૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પ્રતિક્રમણની પૂર્ણાહૂતિના હર્ષોલ્લાસ માટેની થાય પુરુષ વર્ગે
નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર કહેવું.)
મહાવીર પ્રભુની સ્તુતિ
નમોસ્તુ વર્તમાનાય, સ્પર્ધ્વમાનાય કર્મણા, તજ્જયા વાપ્ત મોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામ્ (1)
ચોવીસ તીર્થકરોની સ્તુતિ
યેષાં વિચાર વિન્દ રાજ્યા, જ્યાયઃ ક્રમ કમલાવલિં દધત્યા, સૌરિતિ સંગત પ્રશ, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રા (૨)
શ્રી સિધ્ધાંતની (શ્રુતધર્મની) સ્તુતિ કષાય તાપા ર્દિત જન્તુ નિવૃતિ, કરોતિ યો જૈન મુખાસ્તુદોદ્ગતઃ, સ શુક માસોદ્ ભવ વૃષ્ટિ સન્નિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્ (૩)
કર્મની સાથે સ્પર્ધા કરનાર અનેતે કર્મને જીતીને મોક્ષને પામેલા અને મિથ્યાદષ્ટિની દષ્ટિથી દૂર એવા શ્રીવર્ધમાન મહાવીર સ્વામીનેનમસ્કારથાઓ. (૧) જે (જિનેશ્વરો)ની પ્રશંસા કરવા લાયક ચરણકમળની શ્રેણીને ધારણ કરતી, એવી ખીલેલા કમળોની શ્રેણીનું સરખાની સાથે મળવું, તે પ્રશંસનીય કહેલું છે. તે જિનેશ્વરો મોક્ષને માટે થાઓ. (૨) જે જિનેશ્વરોના મુખરૂપી મેઘથી નિકળેલો વાણીનો વિસ્તાર કષાયરૂપ તાપથી પીડાયેલા પ્રાણીઓને શાંત કરે છે. વળી) જે જેઠ માસમાં ઉત્પન્ન થયેલ વરસાદ જેવો છે, તે (સિદ્ધાંતરૂપ) વાણીનો વિસ્તાર મતે સંતોષ કરો. (૩)