________________
૧૯૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
લોકોના મનોવાંછિત જેઓએ સારી રીતે પૂર્ણ કર્યા છે, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હું સ્વેચ્છાએ નમસ્કાર કરું છું. (૨) આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાનનાં કારણે ગંભીર છે. લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સૂક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપૂર હોવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે. ચૂલિકા રૂપ વેળા (ભરતી) વાળો છે. આલાયક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો અત્યંત મુશ્કેલ છે. એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. (૩)
આ સ્તુતિ પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેમણે પ્રાયશ્ચિત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. જ્યાં ૧૪૪૦ગ્રંથો પુરા થયાં, તેવામાં કાળધર્મ નજીક આવવાથી ૪ સ્તુતિરૂપ ૪ ગ્રંથો બનાવી પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી આ સ્તુતિ રચી છે.
(પછી યોગ મુદ્રાએ નમુત્થણ” કહેવું) શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના
નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં (૧) આઇગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાર્ણ, પુરિસસીહાણં, પુરિસ વર પુંડરીયાણં,
પુરિસ વર ગંધ હસ્થીર્ણ (૩) લોગુત્તરમાણે, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પદવાણું,
લોગ પજોએ ગરાણે. (૪) અભય દયાણું, ચબુ દયાણ, મગ્ન દયાણું, સરણ દયાણં,
બોહિ દયાણ. (૫) ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણે, ધમ સારહીશું,
ધમ્મ વર ચારિત ચક્રવટ્ટીર્ણ. ()