________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૮૩
૧-ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધીમારી કાયાને સ્થાનવડ, મૌનવડે, ધ્યાનવડે, આત્માનેવોસિરાવું છું. (૫)
(શ્રુતની અધિષ્ઠાયિકા શ્રુતદેવી સરસ્વતીને કાઉસ્સગ્ન) (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી “નમોહત' કહી નીચેની સ્તુતિ કહેવી)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
અન્નત્થમાં જે રીતે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે, તે રીતે પૂરા ઉપયોગપૂર્વક, બુદ્ધિની સતેજતાથી, અત્યંત એકાગ્રતાથી, ધીરતા-ગંભીરતા આદિ પૂર્વક જો કાયોત્સર્ગ કરવામાં આવે તો કાયોત્સર્ગથી ઘણાં કર્મ ખપી જાય. કેમકે, કાયોત્સર્ગ સર્વશ્રેષ્ઠતપ કહેવાય છે. કાયોત્સર્ગ અવસ્થામાં દષ્ટિને કોઈ પણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે. જો કે મનની ચંચળતા તેને સ્થિર ઠરવા દેતી નથી, છતાં પણ પ્રયત્ન કરવાથી ક્રમે ક્રમે સફળતા મળતી જશે.