________________
૧૮૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ભુવનદેવતાની થોય
જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાય સંયમ રતાનામ્, વિદધાતુ ભવનદેવી, શિવં સદા સર્વ સાધૂનામ્ (૧)
જ્ઞાનાદિ ગુણોવાળા અને હંમેશા સ્વાધ્યાય અને સંયમમાં લીન રહેલા સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી હંમેશા શાંતિ આપો.
(‘નમો અરિહંતાણં’ કહી સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો.) ખિત્ત દેવયાએ કરેમિ કાઉસ્સગં.
ક્ષેત્રદેવતાની શાંતિ નિમિત્તે કાઉસ્સગ્ગ કરું છું.
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨)
એવમાઈ એહિં આગારેહિં, અભો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)