________________
૧૮૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરેલો) એક નમસ્કાર પણ પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. (૩) ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)ના દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૪) બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, જેઓના કાર્યો પરમાર્થથી સિદ્ધ થયા છે એવા) સિદ્ધ થયેલા ચોવીશ તીર્થકરો મને સિદ્ધિ પદ આપો. (૫)
(અહિંયા જે ભવનમાં સાધુ રહેતા હોય તે ભવનની અધિષ્ઠાયિકા દેવી તથા એ ભવનક્ષેત્રમાં જે દેવી-દેવતા રહેતા હોય તેઓની શાંતિ માટે બે કાઉસ્સગ્ન
કરવાનાં છે. ચરવળાવાળા ઉભા થઈને કાઉસ્સગ્ન કરે.)
ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ
ભુવનદેવતાની શાંતિ નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું.
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણું, ઉડુએણં, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫)