________________
૧૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સમાપ્ત ખામણેણં અભુષ્ટિઓમિ અભિતર સંવચ્છરી ખામેઉં? ઇચ્છે
ખામેમિ સંવચ્છરીએ, બાર માસાણ, ચોવીસ પખાણ, ત્રણસો સાઠ રાઈદિવસાણું,
જંકિંચ અપત્તિ, પરપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે,
સમાસણે, અંતર ભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ મન્ઝ વિણય પરિહર્ણ સહમં વા, બાયરં વા,
તુર્ભે જાણહ, અહં ન જાણામિ,
તસ્સ મિચ્છા મિ દુક્કડ.
હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, પ્રત્યેક વ્યક્તિગતને દિવસના અપરાધ ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. બારે માસ, ચોવીસ પક્ષ, ત્રણસો સાઠ રાઈ–દેવસિઅ પ્રતિક્રમણમાં આહારપાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.