________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૭
(ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને મારા મસ્તક રૂ૫) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છે ને? (ગુરુ કહે- તહત્તિ =તે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂ કહે- તુર્બ્સપિ વટ્ટએ=તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છેને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું”=એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી જ કંઈ) અપરાધ થયો હોય, તેની હુક્ષમા માગું છું. (ગુરુકહે “અહમપિખામેમિતુમ-હુંપણતનેખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
વાંદણા હંમેશા બે વખત સાથે જ અપાય છે. પ્રથમ વાંદણામાં નિસીહિ બોલી અવગ્રહમાં પ્રવેશ કરાય છે. આવર્સીિઓએ બોલી અવગ્રહમાંથી બહાર નીકળાય છે. બીજા વાંદણામાં નિસીહિ બોલી ફરી અવગ્રહમાં પ્રવેશ કરાય છે પણ આવસિઆએ પદ બોલાતું નથી - અવગ્રહ માંથી બહાર નીકળ્યા વિના જ બાકીનું સૂત્ર બોલાય છે. ગુરૂવંદનાનાં ત્રણ પ્રકારો છે. ૧- ફિટ્ટા વંદન ૨- થોભ વંદન અને ૩- દ્વાદશાવર્ત વંદન. વાંદણા તે દ્વાદશાવર્ત વંદનનો પ્રકાર છે.