________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાવ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી
તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ, (૧)
૧૫૧
(જેવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ=કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ=કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહેછે,તેશ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરુંછું. (૧)
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)