________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિઅ ગુરુસગાસે, હોઇ અઇરેગ લહુઓ, ઓહરિઅ ભરુત્વ ભારવહો. (૪૦)
૧૪૭
જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. (૪૦)
આવસ્સ એણ એએણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ, દુસ્ખાણ મંત કિરિએં, કાહી અચિરેણ કાલેણ. (૪૧)
શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર)
આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ કાલે, મૂલગુણ ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨)
(પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૪૨)
(પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) (પાપોની નિંદા કરતા કરતા આત્મા હલકો થયો હોવાથી આરાધના માટે ઊભા થવું)