________________
૧૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નત્તસ્ય અમ્મુઠ્ઠિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાણાએ, તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)
તે કેવળીભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની) વિરાધનાથી અટક્યો છું અને ચોવીશજિનેશ્વરોને વંદન કરું છું. (૪૩) (‘અભુઢિઓમિ બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.)
(સર્વ ચૈત્ય વંદન)
જાવંતિ ચેઇઆઈ, ઉદ્દે અ અ અ તિરિઅલોએ અ,
સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. (૪૪), જાવંત કે વિ સાહૂ, ભર હેર વય મહાવિદેહે અ, સલ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. (૪૫)
ઉર્વલોક, અધોલોક અને તિચ્છલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વેને ભાવપૂર્વક વંદન કરું છું. (૪૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. (૪૫)
(શુભ ભાવની પ્રાર્થના)
ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્સ મહિણીએ, ચકવીસ જિણ વિણિગ્ગય કહાઈ, વોલંતુ મે દિઅહા. (૪) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અ, સમ્મદિટ્ટી દેવા, રિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૭)