________________
૧૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પણ કહેલાં છે.) - કષાય ( જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ૨- માન ૩- માયા અને ૪-લોભ) - દંડ (જ અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે. ૧-મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧- મનગુપ્તિ ૨- વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯- સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇર્યાસમિતિ, ૨- ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને ૫- પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૩૫)
સમ્મદિટ્ટી જીવો, જઇ વિહુ પાવં સમાયરે કિંચિ,
અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩૬) સમ્યગદષ્ટિ (સમ્યક્ત્વી)જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (તે) નિર્દયપણે (ક્યારેય) પાપ કરતો નથી. (૩૬)
તં પિ હુ સસ્પેડિક્કમણું, સપરિઆવે સ ઉત્તરગુણ ચ, ખિપ્પ વિસામેઇ, વાહિ વ સુ સિદ્ધિઓ વિો. (૩૭)
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્વયથી તે અલ્પ કર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવે છે. (૩૭)
જહા વિસ કુઢગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવ્યિસં. (૩૮)
એવં અટ્ટવિહં કર્મ, રાગ દોસ સમષ્ટિએ, આલોખંતો અ નિદંતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯)